Friday, January 1, 2021

ગુપ્ત રાખવા યોગ્ય એવા વેદના સિદ્ધાંત

શ્રી વિચારસાગર-તરંગ સાતમો
कठिन जु और निबंध हैं, जिनमें मतके भेद ।
શ્રમત્તે સવITન્ન રેિ, ‘ત્તિ પઢાણ' વેઃ ૨૨
तिन यह भाषाग्रंथ किये, रंच न उपजी लाज ।
તાË થઇ [વા હેતુ હૈ, રાધર્ષ પિતા ૨૨રૂ II
बिन व्याकरण न पढि सकै, ग्रंथ संसात मंद ।
पढे याहि अनयास हि, लहै सुपरमानंद ॥ ११४॥
दिल्लीते पश्चिम दिशा, कोश अठारह गाम ।
तामैं यह पूरो भयो; किहडाली तिहिं नाम ॥११५ ॥
शानी मुक्ति विदेहमें, जासों होय अभेद ।
दादू आदरूप सो, जाहिं बखानत वेद ॥ ११६ ॥
नामरूप व्यभिचारम, अनुगत एक अनूप ।
दादूपदको लक्ष्य है, अस्ति भाति प्रियरूप ॥ ११७ ॥
ગુપ્ત રાખવા યોગ્ય એવા વેદના સિદ્ધાંત વડે આ વિચારસાગર રચવામાં આવ્યો
છે. જેમાં સિદ્ધાંતરૂપી અનેક રત્ન ( જે ગુપ્ત હતાં તે) વિવેકી માણસો પ્રકટ જોઈ શકે છે.
આ ગ્રંથના કર્તા નિશ્ચળદાસે પ્રથમ સમગ્ર વ્યાકરણ ભણી, સાંખ્યશાસ્ત્ર ને ન્યાય-
શાસ્ત્ર સમજવામાં શ્રમ વેઠયો છે, અને પછી અટું તશાસ્ત્રના તમામ ગ્રંથે વંચ્યા છે.
વળી બીજ પણ જે મતભેદવાળા કઠણ–નિબંધરૂપ ગ્રંથો છે, તેમાં તથા વેદમાં
પણ નિશ્ચળદાસે ધ્યાન આપી ઘણા પ્રયાસથી બુદ્ધિનો પ્રવેશ કરાવ્યો છે. ૧૧૨
એવા વિદ્રાને આ ભાષાનો ગ્રંથ રચ્યો છે, અને તેમ કરતાં તેને લગાર પણ
શરમ આવી નથી; તેનું કારણ તો એવું છે કે, તેથી માત્ર ભાયાગ્ર થો સમજ્વાની શકિત-
વાળા માણસો ઉપર દયા થઈ શકે છે, કેમ કે દયાધર્મ એ બધા ધર્મ કરતાં શ્રેષ્ઠ છે.
મંદબુદ્ધિના માણસો વ્યાકરણ ભણ્યા વિના સંસ્કૃત ગ્રંથો ભણી શકે નહિં; પણ
આ ગ્રંથ તો વગર મહેનતે ભણી શકે અને પરમાનંદ પ્રાપ્ત કરી શકે. ૧૧૪
મંગલાચરણપૂર્વક ગ્રંથની સમાપ્તિ
દિલ્હીથી પશ્ચિમમાં અઢાર ગાઉ પર હિડોલી નામે ગામ છે. (એ ગામમાં શ્રી
નિકળદાસજીનું ગુદ્ધાર છે અને ત્યાં અદ્યાપિ તેમની શિયશાખા પણ છે. વળી તેમણે
જે ગ્રંથો એકઠા કર્યા હતા, તે પણ ત્યાં છે.) એ ગામમાં આ ગ્રંથ પૂરો થયો છે.
વિદેહમુકિત પાખ્યા પછી જ્ઞાનીઓ જેની સાથે અભેદરૂપ રહે છે, અને વેદ જેનાં
વખાણ કરે છે, તે આદિ સ્વરૂપ દાદ છે. ૧૧૬
પદાર્શમાત્રામાં નામ અને રૂપ વ્યભિચારી છે એટલે કોઈ વખત હોય ને કોઈ
વખત ન હોય એવાં છે. તે સઘળાંમાં સદાકાળ અનુગત રહેલું એક અસ્તિ, ભાતિ
અને પ્રિય એવું જ ઉપમારહિત રૂપ છે હું શુદ્ધ રીતન્ય છે) તે દાદૂ અને લક્ષ૫ અર્થ છે.

No comments:

Post a Comment