Monday, August 2, 2021

ભજન - જબ થે માતા કે પેટમેં તબ

ભજન - જબ થે માતા કે પેટમેં તબ

_- ભજન - જબ થે માતા કે પેટમેં તબ
_- જબ થે માતા કે પેટમેં તબ તો સહાઈ હોઈ,
અબ તો ભયે ઇતને બરસકે અબ ક્યોં ન સહાઈ હોઈ.

ધીરજધરને અરે અધીરા ઈશ્વર દેશે અન્ન જોને,
ખલક તણો છે પ્રભુને ખટકો માને સાચું મન જોને.
જમ્યા પહેલાં જગના નાથે ઉપાય શોધ્યા શુદ્ધ જોને,
હાડમાંસના હૈયા મધ્યે દૈવે સરક્યું દૂધ જોને.
કોશેટામાં કીટ વસે છે ઈશ્વર પૂરે આહાર જોને,
હાથીને મણ કીડીને કણ ચારપગાંને ચાર જોને.
મસ્જિદ કેરા કેલમિનારા ઉપર ઊગ્યાં ઝાડ જોને,
ઘરાં ઉપર પાણી પામે પરમેશ્વરનો પા'ડ જોને.
અજગર સૂતો અરણ્યમથે ડગલું ના દે દોટ જોને,
વિશ્વભરનું બિરુદ વિચારો ખાવાની શી ખોટ જોને.
અનળ જનાવર રહે આકાશે મદઝર ભરખે મોટા જોને,
જગના નાથે હરિએ જમાવ્યા ગગને જળના ગોટા જોને.
બાળક રૂવે બનવા માટે માતા સમજે મર્મ જોને,
પ્રાણી કેરી મરજી પરખે ધરણીધરના ધર્મ જોને.
ચાંચ બનાવી તેને ચિંતા કાયર મન શીદ કરીએ જોને,
પેટ ઘડ્યું તે પોષણ કરશે ફિકર તજીને ફરીએ જોને.
- માણેક-મોતી મોંઘાં કીધાં ધરથી સોંઘાં ધાન જોને,
અમૃત જેવાં પાણી અમથાં દીનબંધુનાં દાન જોને.
સૂરજ આપે પ્રકાશ સહુને દમડી ના પડે દેવી જોને,
વગર બદામે વ્હાય વાયરો કેશવ કરુણા કેવી જોને.
સુjખીને સોમણ નિત્યે ખાવા જોઈએ ખીર જોને,
દૂધડલાના દરિયાકાંઠે સરજ્યાં એનાં શરીર જોને.
જન્મ્યા તેને જિવાડવાની માવતરને મમતા જોને,
વિશ્વપિતા છે વિશ્વભરજી શાથી ના ઘરે સમતા જોને.
અજબ દયા છે અલબેલાની હૈયું રાખો હાથ જોને,
પરમાત્મા પર પતીજ રાખો બેલી બદરીનાથ જોને.
શું કરવા તું સુખના માટે કરતો દોડાદોડ જોને,
તારાં સુખ તો તુજને શોધે સૂઈ રહે તાણી સોડ્ય જોને.
માગ્યા વિના મળે મેહુલા, માગ્યા મળે તો માગી જોને,
હોત સરીખું માગ્યે ના મળે, જીવલડા તું જાગી જોને.
અવસર વિના ફળ નવ આવે સો મણ પાણી સીંચી જોને,
પુત્ર વિના પારણિયું ખાલી સો મણ સાકર વહેંચી જોને.
માગ્યા વિના સુખ મળે તો સંકટ શાથી આવે જોને,
બારણિયામાં સર્વે બાંધત હેમ ભરેલા હાથી જોને.
જગમાં સર્વે પુત્ર ઝુલાવત વાંઝણી ના રહેત વનીતા જોને,
લાલચ રાખે લાભ મળે તો કોઈના દેખતા દીનતા જોને.
ભાગ્ય પ્રમાણે ભોગવવાનું છે તે ક્યમ થાય અળગું જોને,
કોટી ઉપાયે કેડ્ય ન મેલે વજર થઈને વળગ્યું જોને.
_- તારું નથી તલભાર આ સઘળું બધું જાનાર છે,
હાથે ચડ્યો હીરો (માનવજીવન) ખુવે તે મૂરખનો સરદાર છે.
તું જાણે હું કથાવાળો પુત્ર ને પરિવાર,
ઓચિંતાની ખાવી પડશે જમ કેરી ધાડ;
મૂરખ ! મનમાં વિચાર.
દીવામાં દિવેલ ખૂટ્યું હવે નથી વાર,
મૂરખ ! મનમાં વિચાર.
જય શ્રી રામ

          *01  -Vintage, USED, or pdf BOOKS Sanskrit To Hindi, Eng, Guj, , + JYOTISH Books, COINS, stamps,online buy, massage!
01_-  _- YT & Blogger
_-YT- _-YT- https://youtu.be/2yly4X1G4eo
_- Blog- http://mtcmtc70.blogspot.com/2021/07/great-ayurveda-in-gujarati-200721.html



No comments:

Post a Comment