Thursday, April 21, 2022

Great Aaushadh Haritaki for all Disease

 _-Great Haritaki- અનેક ગુણવાળું મહાન ઔષધ છે તે જાણી લેવું જરૂરી છે.
એ જાણવા નીચેનો શ્લોક સહાયક થશે :
મમ સત્યપ્રતિજોયું પૂયં શ્રદ્યુત પંડિતઃ /
પથ્યાપા સદૃશં કિશ્ચિત કુત્રચિત નૈવવિઘતે /
વૈદ્ય મનોરમા
‘હે પંડિતો ! તમે મારી આ સત્યપ્રતિજ્ઞા સાંભળો કે
હરડે જેવું એકેય પથ્ય ઔષધ આ જગતમાં નથી.”
અષ્ટાંગહૃદયના કર્તા મહાવૈદ્ય વામ્ભટ્ટે સર્વ રોગોને
હરનારી હરડેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે :
હરણાત સર્વરોગાણાં પાસાં ઉતા હરીતકી /
એ બધા જ રોગને મટાડે છે તેથી તેને હરીતકી
કહેવામાં આવે છે.'
હરડે બધા જ રોગને મટાડનારી અને કફ તેમજ વાયુના
રોગને મટાડવામાં શ્રેષ્ઠ હોવાથી માંદા માટે તો તે સદાપથ્ય
છે. સાજા માટે સદાપથ્ય એટલા માટે છે કે તે લગભગ
ત્રિદોષશામક જેવા ગુણ ધરાવે છે. તે કદી કબજિયાત થવા
દેતી નથી. ભૂખ લગાડે છે ને પાચન કરાવે છે. તે રસાયન
હોવાથી પણ સર્વ રોગને મટાડે છે અને ઘડપણ આવવા દેતી
નથી. વયસ્થાપન હોવાથી યૌવનને સદા ટકાવી રાખે છે.
આયુષ્યવર્ધક, આરોગ્યવર્ધક, મેધાવર્ધક, ઇન્દ્રિયબલપ્રદ,
પૌષ્ટિક તેમ જ આંખો માટે સદા હિતકર છે. હું ઘણીવાર
હસતાં હસતાં હરડે ને “હર-ડે’ કે ‘એવરી-ડે’ કહું છું. પરમ
પથ્ય હોવાથી તેનું સેવન સદા કરવા જેવું છે. ૐ જય શ્રી ધન્વંતરિ ભગવાન ૐ

No comments:

Post a Comment