Monday, July 19, 2021

Ayurveda in Diabetes_- 200721

Ayurveda in Diabetes_-


 Ayurveda in Diabetes_-
_- ડાયાબિટીસમાં હમેશાં સેવન કરવા જેવું
ધાત્રી-નિશા ચૂર્ણ_-
ડાયાબિટીસનો આયુર્વેદીય પર્યાય છે મધુમેહ અથવા
પ્રમેહ. વીશ પ્રકારના પ્રમેહમાં કફ, પિત્ત અને વાયુજન્ય મેહ
જૂના થાય તો આજીવન મટતા નથી અને કાયમ દવા લેવા
છતાં નડે નહીં તેવી નિર્દોષ અને સૌને લાંબો સમય પોસાય
તેવી સોંધી પણ હોવી જોઈએ, ઘરગથ્થુ પણ હોવી જોઈએ.
*01  -Vintage pdf BOOKS Sanskrit To Hindi, Eng, Guj, , + JYOTISH Books, COINS, stamps,online buy, Email_- mtc-89@outlook.com
આ બધી શરતો પ્રમાણે ધાત્રીનિશા ચૂર્ણ પ્રથમ નંબરે મૂકી
શકાય. આ ચૂર્ણ ૫થી ૧૦ ગ્રામ કે તેથી પણ વધુ માત્રામાં
દિવસમાં ત્રણ વખત પાણી સાથે લેવામાં આવે અથવા સો
ટકા ચોખ્ખું મધ મળે તો તેની સાથે લેવામાં આવે તો સ્વસ્થ
વ્યક્તિને ડાયાબિટીસ કદી થતો નથી. નવો થયેલો તો મટી
જ જાય છે. જૂનો હોય તો કશી જ પ્રતિક્રિયા વિના કાબૂમાં
રહે છે અને ઘટતો જાય છે. ખાસ કરીને યુરિન ડાયાબિટીસમાં
ચાર ટકા સુધી સુગર જતી હોય તો તેમાં પણ લાંબા ગાળે
ઘટે છે કે કાબૂમાં આવે છે. ચરક સંહિતાથી માંડીને પ્રવર્તમાન
ગ્રન્થકારોએ આ યોગના મન મૂકીને વખાણ કર્યા છે.
આમળાં અને હળદર
ધાત્રી એટલે આમળાં અને નિશા એટલે હળદર. આમળાં
અને હળદરનું તાજું ચૂર્ણ સમાન ભાગે એકઠું કરી, બાટલીમાં
ભરી તેના ઉપર ધાત્રી-નિશા ચૂર્ણ' નામ લખી સામે દેખાય
તેવા સ્થળે રાખી મૂકવું અને ડાયાબિટીસના દરદીએ રોજ
સવારે દાતણ કરીને તુરત અને રાત્રે જમીને કે સૂતી વખતે ,
અવશ્ય લેતા રહેવાની આદત પાડવી. નિર્દોષ હોવાથી જેમ
વધુ લઈ શકાય તેમ વધુ ફાયદાકારક, આ ચૂર્ણમાં વપરાતાં
આમળાં રસાયન ગુણવાળાં હોવાથી પ્રમેહ ઉપરાંત બીજા
અનેક રોગોને પણ મટાડે છે અને આયુષ્ય પણ વધારે છે.
આમળાં ત્રિદોષશામક હોવાથી ત્રણેય પ્રકારના પ્રમેહમાં
હિતાવહ છે. પરંતુ પ્રમેહમાં મૂળભૂત દોષ કફ હોવાથી રૂક્ષ,
લઘુ, કફન ગુણ તથા તૂરો, કડવો, તીખો રસથી કફને પણ
મટાડે છે. છતાં શીતળ, તૂરા, મધુર અને મધુર વિપાકવાળા
હોવાથી પૈતિક પ્રમેહમાં પણ વધુ લાભ કરે છે. અમ્લ-મધુર
રસ અને મધુર વિપાકને કારણે આમળાં વાયુને પણ મટાડે
છે તેથી વાયુથી થયેલ મધુપ્રમેહમાં પણ અસરકર્તા બને છે.
વળી આમળાં રોજિંદો પથ્ય આહાર પણ છે. વ્યાધિવિપરીત
ગુણોથી તે પ્રમેહહર પણ છે. તે જ રીતે હળદર પણ રોજિંદો
નિષ પથ્ય ખોરાક હોવાથી વધુ લેવા છતાં નડતી નથી.
તે કડવી, તૂરી, તીખી, ગરમ, લૂખી, હળવી અને લેખન
ગુણવાળી હોવાથી કફને ખાસ મટાડે છે. ગરમ હોવાથી
વાયુનાશક છે. તેનો પણ પ્રમેહનાશક ગુણ છે. વળી વ્રણરોપણ
હોવાથી પ્રમેહના દરદીને રૂઝ ન આવતી હોય ત્યાં રૂઝ
લાવવામાં મદદ કરે છે. આમળાની ઋતુમાં તાજાં આમળાંનો
અને લીલી હળદરનો કપ ભરીને રસ બે વખત જે લોકો ન
પી શકે તેમણે આ ચૂર્ણ અવશ્ય લેવું.
Aum Jay Shree Dhanvantari bhagavan Sri Aum


 

No comments:

Post a Comment