Friday, January 1, 2021

2,Cooking Gujarati Panir Khir N Bagali khir


1, પનીર ખીર
સામગ્રી :-
પનીર-૨૫૦ ગ્રામ ટુકડા)
ખાંડ-૩૦૦ થી ૪૦૦ ગ્રામ,
ચારોળી-૧૦ ગ્રામ
પિસ્તાં-૫ ગ્રામ,
એલચી-૪ નંગ (પાવડર),
જાયફળ-૧/૨ ગ્રામ (પાવડર).
પ્રથમ દૂધ ગરમ કરી, અર્ધી રહે પછી તેમાં ખાંડ નાંખી ઉકાળીને તેમાં પનીરના
એકસરખા ટુકડા કરીને નાંખો. પછી તેને ૧૦ મિનિટ ઉકાળીને નીચે ઉતારી લો. તે
પછી તેમાં ચારોળીને પાણીથી ધોઈને તેમાં નાંખો અને પિસ્તાંને ઊભાં-લાંબાં સુધારી
તેમાં નાંખો. એલચી અને જાયફળ છેવટે નાંખી ખીર ઉતારી લો અને ઠરવા દો
ઘોડી સસ્તી પણ, એક નવીન અને સુંદર સ્વાદિષ્ટ પનીર-ખીર તૈયાર છે. મહિને
એકાદ વાર કે કોઇ મહેમાન ઘેર આવ્યા હોય ત્યારે આ ખીર બનાવી પીરસો. ખાનારા
યાદ કરશે તમારી આ ખીરને!
2, બંગાળી ખીર
સામગ્રી :-
દૂધ-૧ લિટર,
ખાંડ-૧૦૦ ગ્રામ,
સીતાફળ-૪ નંગ,
કાજુ-૪-૫ નંગની કતરી
કેસર ૮-૧૦ તાંતણા અથવા મીઠો પીળો રંગ, એસેન્સ રોઝ ૬ ટીપાં.
ભોજનની થાળી પીરસવી તે પણ એક કળા છે. ભોજન ખાનાર ભોજનની થાળી
જોતાં જ ખુશ થઇ જાય અને તેને ખાવાએં સરળતા રહે તે રીતે, આર્મક ઢબે બધી
વસ્તુ પિરસાવી તથા ટેબલ પર મુકવી જોઇએ.
રીત :-
સૌ પ્રથમ તપેલામાં દૂધ તથા ખાંડ મેળવીને તેને ઘટ્ટ બનાવો. તે દરમ્યાન
સીતાફળનાં બિયાં દૂર કરી, તેનો ગર્ભ અલગ કરો. દૂધ ખૂબ ઘટ્ટ થાય પછી તેને
નીચે ઉતારી તેમાં સીતાફળનો ગર્ભ, કાજુની કાતરી તથા કેસર (દૂધમાં ઘૂંટીન) ભેળવી
દો. કદાચ કેસર ન હોય તો લીલો કે પીળો મીઠો રંગ થોડાં ટીપાં નાંખો. 

No comments:

Post a Comment